`પેનકાર્ડ''ની માલમતાના લિલામને રોકવા હાઈ કોર્ટનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : પેનકાર્ડ ક્લબની શેષ સ્થાવર મિલકતો નહીં વેચવાનો આદેશ મુંબઈ વડી અદાલતે `સેબી'ને આપ્યો છે.
રોકાણકારોનાં નાણાં પાછાં મળે એ માટે `સેબી' દ્વારા પેનકાર્ડ કંપનીની દેશભરની મિલકતોનું લિલામ કરવામાં આવી રહ્યું છે.
લિલામ `સેબી' દ્વારા બજારભાવ કરતાં ઓછી કિંમતે કરવામાં આવી રહ્યું હોવાનું જણાવીને રાઘવેન્દ્ર મોગાવીરા સહિત કેટલાક રોકાણકારોએ હાઈ કોર્ટમાં અરજી નોંધાવી હતી તે અંગે ન્યાયાધીશ ભૂષણ ધર્માધિકારીના વડપણ હેઠળની ખંડપીઠે બુધવારે જણાવ્યું હતું કે હવે પછીના આદેશ સુધી `સેબી'એ લિલામ બંધ રાખવું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer