કાશ્મીરમાં સેના ઉપર હુમલો : બે જવાન શહીદ

શ્રીનગર, તા. 11 : એલઓસી નજીક આવેલા રાજૌરી જીલ્લાના નૌશેરા સેક્ટરમાં શુક્રવારે સાંજે પાકિસ્તાનની સેના તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના એક મેજર સહિત બે જવાન શહીદ થયા હતા અને અન્ય બે જવાનોને ઈજા પહોંચતા તાકીદે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સરહદ ઉપર ગોળીબાર કર્યા બાદ આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મેજર અને અન્ય જવાનો ફસાયા હતા. આ હુમલાને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે અંજામ આપ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ બીજો હુમલો હતો. જેમાં બ્લાસ્ટથી ભારે નુકશાન થયું હોવાના પણ અહેવાલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer