કાશ્મીરમાં નવેસરથી બરફવર્ષા : શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ

કાશ્મીરમાં નવેસરથી બરફવર્ષા : શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ
નવી દિલ્હી, તા.11 (પીટીઆઈ) : દેશના ઉત્તરના ભાગોમાં ઠંડીની જારી રહેલી પ્રબળતા વચ્ચે કાશ્મીરના મેદાનો સહિત મોટાભાગના વિસ્તારોમાં  નવેસરની બરફ વર્ષા થતાં ઠંડીની ભીંસ વધી હતી તો દેશને કાશ્મીરથી જોડતા એકમાત્ર શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમ્યાન છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરી છે.
ખીણના મેદાની વિસ્તારો સહિત કાશ્મીરમાં ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી નવેસરની બરફવર્ષા થઈ હતી એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. શ્રીનગરમાં આજે સવાર સુધીમાં 5.6 મિ.મી. બરફવર્ષા નોંધાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer