સિડની વન ડે : અૉસ્ટ્રેલિયાની ચાર વિકેટ પડી, ભુવનેશ્વરે 100 વિકેટ પૂરી કરી

સિડની વન ડે : અૉસ્ટ્રેલિયાની ચાર વિકેટ પડી, ભુવનેશ્વરે 100 વિકેટ પૂરી કરી
સિડની, તા. 12 : ભારત અને અૉસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેની 3 વન ડે સિરીઝમાંથી પહેલી વન ડે સિરીઝ આજે સિડનીમાં રમાઈ રહી છે. અૉસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બાટિંગનો નિર્ણય કર્યો છે. અૉસ્ટ્રેલિયાએ 16 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે. ભુવનેશ્વર કુમારે અૉસ્ટ્રેલિયાના કૅપ્ટન એપોન ફિંચને ત્રીજી ઓવરમાં જ આઉટ કરી દીધા છે.
આ વિકેટ સાથે ભુવનેશ્વર કુમારે વન-ડેમાં તેની 100 વિકેટનો રેકર્ડ પણ પૂરો કર્યો છે. વન ડેમાં 100 વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર 19મા ભારતીય બોલર છે. તે ઉપરાંત તે સૌથી વધારે મેચ રમીને આ અંક સુધી પહોંચનાર પાંચમા ભારતીય છે. 
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે અૉસ્ટ્રેલિયાએ4 વિકેટના ભોગે 225 બનાવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer