સૌરાષ્ટ્રની ટીમમાં પૂજારાની વાપસી

સૌરાષ્ટ્રની ટીમમાં પૂજારાની વાપસી
કાલથી યુપી સામે કવાર્ટર ફાઇનલમાં ટક્કર

લખનઊ, તા. 13 : રણજી ટ્રોફીના મંગળવારથી લખનૌ ખાતે શરૂ થઇ રહેલા કવાર્ટર ફાઇનલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ સૌરાષ્ટ્રની ટીમ ગૃહ ટીમ ઉત્તર પ્રદેશ સામે જીતની પ્રબળ દાવેદાર તરીકે મેદાને પડશે. સૌરાષ્ટ્રની ટીમમાં ટીમ ઇન્ડિયાની દીવાલ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કરીને મેન ઓફ ધ સિરિઝ બનનાર સ્ટાર બેટસમેન ચેતેશ્વર પૂજારાની વાપસી થઇ છે. આથી યુપીની રાહ વધુ કઠિન બની છે.
સૌરાષ્ટ્રની ટીમ એલિટ ગ્રુપ એમાં કુલ 29 પોઇન્ટ સાથે ચેમ્પિયન વિદર્ભ પછી બીજા સ્થાને રહીને કવાર્ટર ફાઇનલ માટે કવોલીફાઇ થઇ ચૂકી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer