સિડની અૉપનમાં ક્વિતોવા ચૅમ્પિયન

સિડની અૉપનમાં ક્વિતોવા ચૅમ્પિયન
સિડની, તા.13: ઝેક ગણરાજ્યની પેત્રા ક્વિતોવા સિડની ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં એશ્લે બાર્ટી સામે પહેલો સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરીને ચેમ્પિયન બની છે. પાંચમા ક્રમની ક્વિતોવાએ ત્રીજો સેટ ટાઇ બ્રેકરમાં જીતીને ટ્રોફી કબજે કરી હતી. 
બે કલાક અને 19 મિનિટની ફાઇનલની ટક્કર બાદ ક્વિતોવાનો ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્લે બાર્ટી સામે 1-6, 7-પ અને 7-6થી વિજય થયો હતો. પેત્રા ક્વિતોવા અગાઉ વિમ્બલ્ડનમાં બે વખત ચેમ્પિયન રહી છે. હવે તેની નજર ઓસ્ટ્રેલિયન ઓપન પર છે. જે આવતીકાલથી શરૂ થઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer