અંબાતિ રાયડુની બૉલિંગ ઍકશન શંકાના ઘેરામાં

અંબાતિ રાયડુની બૉલિંગ ઍકશન શંકાના ઘેરામાં
સિડની, તા.13 : ભારતીય વન ડે ટીમના ખેલાડી અંબાતિ રાયડૂની બોલિંગ એકશન સામે આઇસીસીએ વાંધો લીધો છે. અંબાતિ રાયડૂ નિયમિત સ્પિનર નથી, ઓસ્ટ્રેલિયા સામેના પહેલા વન ડેમાં તેને કામચલાઉ સ્પિનર તરીકે બે ઓવર આપવામાં આવી હતી.  જેમાં તેની શંકાસ્પદ બોલિંગ એકશન શંકાના ઘેરામાં આવી ગઇ છે. આથી કદાચ 33 વર્ષીય રાયડૂને બોલિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડી શકે છે. તેની એકશન સામેના ફરિયાદનો રિપોર્ટ ભારતીય ટીમને આઇસીસી મેચ રેફરી તરફથી મળી ગયો છે. જેમાં એવો સવાલ કરાયો છે કે શું તેની બોલિંગ એકશન બરાબર છે ? જો કે એકશનનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરવાની છૂટ મળી છે. પહેલા વન ડેમાં ભારતીય ઇલેવનમાં હાર્દિક પંડયા અને કેદાર જાધવ ન હતા. આથી રાયડૂનો બોલિંગમાં પ્રયોગ થયો હતો. તેણે 2 ઓવરમાં 13 રન આપ્યા હતા.
અંબાતિ રાયડૂ ભારત તરફથી 46 વન ડેમાં કુલ 1447 રન કરી ચૂકયો છે. તેણે પોતાની કેરિયરમાં ફકત 121 દડા ફેંકયા છે. જેમાં 3 વિકેટ લીધી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer