ફેડરર અને જોકોવિચનું લક્ષ્ય રેકર્ડ સાતમો અૉસ્ટ્રેલિયન અૉપન ખિતાબ

ફેડરર અને જોકોવિચનું  લક્ષ્ય રેકર્ડ સાતમો અૉસ્ટ્રેલિયન અૉપન ખિતાબ
મહિલા વિભાગમાં સેરેના અને હાલેપ મુખ્ય દાવેદાર આજથી વર્ષની પહેલી ગ્રાંડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ અૉસ્ટ્રેલિયન અૉપનનો પ્રારંભ
 
મેલબોર્ન તા.13: સ્ટાર ટેનિસ ખેલાડી રોઝર ફેડરર અને નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રેકોર્ડ સાતમા ખિતાબ જીતવાના ઇરાદે સોમવારે કોર્ટ પર ઉતરશે. જયારે બ્રિટીશ ખેલાડી એન્ડી મરે મેલબોર્ન પાર્કમાં આખરી વખત ચુનૌતી રજૂ કરતો જોવા મળશે. મહિલા વિભાગમાં સેરેના વિલિયમ્સ રેકોર્ડ 24મા ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતનો લક્ષ્યાંક રાખશે. તો નંબર વન સિમોના હાલેપ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનવા બેતાબ છે. આ સામે કેરોલિના વોઝનિયાકી પાસે ખિતાબ બચાવવાનો પડકાર રહેશે. 
વર્ષની પહેલી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં સ્પેનનો રાફેલ નડાલ ફિટનેસની કેટલીક સમસ્યા સાથે કોર્ટમાં ઉતરશે. નબળી ફિટનેસને લીધે બ્રિસબેન ઓપનમાંથી ખસી ગયો હતો. જો કે તે હવે દાવો કરી રહ્યો છે કે પૂરી રીતે ફિટ છે અને નવી સ્ટાઇલ સાથે સર્વિસ કરશે. પુરુષ ટેનિસમાં બિગ ફોરનો યુગ ખતમ થવા પર છે. મરે નિવૃત્ત થઇ રહ્યો છે. નડાલ ફિટનેસની સમસ્યાથી સતત પરેશાન છે. જોકોવિચ અને ફેડરર પડકાર આપી રહયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer