અદાલતનો સમય બરબાદ કરવા બદલ થયો 50,000નો દંડ

ભોપાલ, તા. 13 : મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસકે શેઠની અધ્યક્ષતાની ખંડપીઠે એક અરજકર્તાને અદાલતનો સમય બરબાદ કરવા બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જયપુર સ્થિત એક કંપનીએ જલ વિવરણ પરિયોજના અધિકારી સામે હાઈકોર્ટમાં પૂર્નવિચાર અરજી દાખલ કરી હતી.  આ મામલે કોર્ટે બે વખત અરજીનો જવાબ આપ્યો હતો અને સતત ત્રીજી વખત અરજી દાખલ કરવામાં આવી હતી. આ કારણથી હાઈકોર્ટે મેસર્સ મેવરિક ડેવલોપર્સ પ્રાઈવેટ લિમિટેડને કાનૂની પ્રક્રિયાનો દૂરુપયોગ કરવા અને અદાલતનો સમય બરબાદ કરવા માટે 50,000 રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરને અરજકર્તાને કરેલા દંડની રકમ વસૂલવા માટે રાજસ્વ વસૂલી પ્રમાણપત્ર જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer