મહારાષ્ટ્રની મતદારયાદીની પ્રસિદ્ધિ માટેની તારીખ લંબાવીને 31 જાન્યુ. કરાઈ

મુંબઈ, તા. 13 : ચૂંટણી પંચે મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લાઓ માટેના મતદારયાદીના મુસદ્દાને પ્રસિદ્ધ કરવાની મહેતલ હવે વધારીને 31 જાન્યુઆરી સુધીની કરી છે. અગાઉ આ તારીખ 11 જાન્યુઆરીની હતી.
36 લાખ ફોર્મ્સ મેળવનારા રાજ્યના ચૂંટણી કાર્યાલયે મતદારયાદી ખામીરહિત રહે તે માટે વધુ સમય ફાળવવાનો નિર્ણય કર્યો છે.
એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક જિલ્લાઓ ફોર્મ્સ ક્લીયર કરવામાં પાછળ રહી ગયા છે અને જે ફોર્મ્સ મળ્યા છે તે બધા ક્લીયર થઈ જાય એવી ખાતરી માટે ચૂંટણી વિભાગે મતદારયાદીની પ્રસિદ્ધિ માટે વધુ સમય ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ ચૂંટણીનું વર્ષ હોવાથી અૉફલાઇન અને અૉનલાઇન મળેલા ફોર્મ્સની સંખ્યા ઘણી જ છે અને આ ફોર્મ્સને ક્લીયર કર્યા બાદ તેમને ઇસીઆઈના નવા સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer