યુદ્ધવિરામ ભંગમાં એક ભારતીય જવાન ઘાયલ

જમ્મુ, તા. 13 (પીટીઆઈ) : કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે ફરી ઉશ્કેરણી વિના ગોળીબાર કરતાં પાકિસ્તાની દળોએ કરેલી યુદ્ધવિરામ ભંગની હીન હરકતમાં ભારતીય સૈન્યનો એક જવાન ઘાયલ થયો હતો.
કેરી ક્ષેત્રમાં સીમા ચોકી પર તૈનાત સૈનિકને પાક દળોની ગોળી વાગ્યા પછી ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભારતીય સુરક્ષાદળોએ વળતા પ્રહારમાં પાકિસ્તાની સેનાને જડબાંતોડ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆતથી રાજૌરી અને પુંચમાં નાપાક ગોળીબારની ઘટનાઓ વધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer