પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો વધારો

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો વધારો
નવી દિલ્હી, તા. 13 : આંતરરાષ્ટ્રીય ક્રૂડતેલના ભાવમાં થોડા દિવસ પહેલાં ભારે ઘટાડો નોંધાયો હતો, ત્યારે જનતાને મામૂલી રાહત આપનારી તેલ કંપનીઓએ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનું ચાલુ કરી દીધું છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 49 પૈસાનો અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો મોટો વધારો ઝિંકાયો હતો. 
કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલ 48 પૈસા, તો ચેન્નાઈમાં બાવન પૈસા મોંઘું થયું હતું. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 69.75 રૂપિયા, કોલકાતામાં 71.87, મુંબઈમાં 75.39 થયા છે. 
ગયા સપ્તાહે ક્રૂડતેલનો ભાવ 62 ડોલરથી ઉપર નીકળી ગયો હોવાથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઓર વધારો થવાની દહેશત છે. 
દિલ્હીમાં ડીઝલની કિંમત રૂા. 63.69, મુંબઈમાં રૂા. 65.46 અને કોલકાતામાં રૂા. 66.66 થઈ છે. તેલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંક્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer