મનમોહન સિંઘની હાજરીમાં મોદીએ કૉંગ્રેસ ઉપર કર્યો કટાક્ષ

મનમોહન સિંઘની હાજરીમાં મોદીએ કૉંગ્રેસ ઉપર કર્યો કટાક્ષ
ગુરુ ગોવિંદસિંહની જયંતી નિમિત્તે 350  રૂપિયાનો સ્મારક સિક્કો જારી કર્યો
 
નવી દિલ્હી, તા. 13 : પીએમ મોદીએ રવિવારે ગુરૂ ગોવિંદ સિંહની જયંતિ ઉપર 350 રૂપિયાનો સ્મારક સિક્કો જારી કર્યો હતો. પીએમ મોદીના આવાસે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જેએસ ખેહર પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મનમોહન સિંઘની સામે જ કોંગ્રેસનું નામ લીધા  વિના કહ્યું હતું કે, શીખ ગુરૂઓએ હંમેશા ન્યાયની જેમ રહેવાની સલાહ આપી છે. કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કરતા મોદીએ એમ પણ કહ્યું હતું કે, 1947ની ભૂલને અમારી સરકારે સુધારી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, શીખ ગુરૂઓએ બતાવેલા રસ્તા ઉપર ચાલતા કેન્દ્ર સરકારે 1984ના રમખાણ પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત હવે ગુરૂ નાનકના ભક્તોને ટેલિસ્કોપથી દર્શન નહી કરવા પડે કારણ કે 1947ની ભૂલ સુધારી લેવામાં આવી છે અને કરતારપુર કોરિડોરનો ભક્તો લાભ લઈ શકશે. પીએમએ કહ્યું હતું કે, શીખ સમુદાયનું તીર્થસ્થળ અમુક કિલોમીટરની  દૂરી એ જ હતું પણ તેને નજરઅંદાજ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ ટ્વીટ કરીને  ગુરૂ ગોવિંદ સિંહને જયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer