પીચ પર ઊભા-ઊભા જમીન પર ઢળી પડ્યો ક્રિકેટર, થયું મોત

મડગાંવ, તા. 14 : ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર 46વર્ષીય રાજેશ ઘોડગેનું એક સ્થાનિક મેચ દરમિયાન હાર્ટ અટેક આવવાથી મેદાન પર જ મોત થયું. આ મેચ મડગાંવના રાજેન્દ્રપ્રસાદ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ટુર્નામેન્ટના આયોજક મડગાંવ ક્રિકેટ ક્લબના સેક્રેટરી પૂર્વ ભાંબરેએ જણાવ્યું કે, રાજેશ ઘાડગે એમસીસી ચેલેન્જર્સ તરફથી એમસીસી ડ્રેગન્સની વિરુદ્ધ બાટિંગ કરી રહ્યા હતા. તે 30 રન બનાવીને રમી રહ્યા હતા અને નોન સ્ટ્રાઇકર એન્ડ ઉપર ઊભા હતા, ત્યારે અચાનક મેદાન પર ઢળી પડ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer