બોરીવલીમાં કંપની કર્મચારી પર હુમલો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : બોરીવલી (પશ્ચિમ)ના 65મા રોડ ખાતે આવેલા સલોની એપાર્ટમેન્ટમાં આવેલી મેસર્સ ઉષા કોમ્પ્રેસર પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતા નિકુંજ પ્રવીણ જોશી (41) પર પોતાની નોકરી છોડાવી દેવાનો આક્ષેપ કરી ત્રણ શખસો તેના પર લોખંડના પાઈપ, બાંબુથી મારપીટ કરી ભાગી છૂટયા છે. જોશીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોરીવલી પોલીસ સ્ટેશને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. કોઈની ધરપકડ થઈ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer