છબીલ પટેલે મનિષાને હત્યા કરાવવા આપ્યા હતા 3 કરોડ રૂપિયા?

અમદાવાદ, તા. 14 : અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાને હજુ તો ગણતરીના દિવસો વીત્યા છે ત્યાં તેમના કુટુંબીજનોને મારી નાખવાની ધમકી મળતાં પોલીસ તંત્ર ફરી દોડતું થઇ ગયું છે. આ ધમકીના મામલે ભાનુશાલીના ભત્રીજા સુનીલે લેખિતમાં અરજી કરીને તેમની ધમકી મળી હોવા અંગેની ફરિયાદ નરોડા પોલીસ મથકમાં નોંધાવી છે.  જયંતી ભાનુશાલીની હત્યાને ગણતરીના દિવસો વીત્યા છે અને તેમાં રોજેરોજ નવા ખુલાસા કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે છબીલદાસ પટેલે મનિષા ગોસ્વામીને ત્રણ કરોડ રૂપિયા ચુકવ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ તેમના ભાઈ શંભુ ભાનુશાલીએ કર્યો છે. આ ઉપરાંત સિવાય ભાનુશાલીના કુટુંબને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે, અગાઉ જયંતી ભાનુશાલી અને છબીલદાસ વચ્ચે એક જમીન મામલે વિવાદ પણ ચાલતો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer