રૂા. 5600 કરોડના NSEL કૌભાંડમાં 96 શંકાસ્પદોની ચાલતી શોધ

મુંબઈ, તા. 14 : નેશનલ સ્પોટ એક્સ્ચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નો રૂા. 5600 કરોડનો છેતરપિંડીનો પ્રથમ એવો કેસ રહ્યો છે, જેમાં પોલીસે 96 શંકાસ્પદો સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) ઇસ્યૂ કર્યો છે. આ એલઓસી દેશમાંનાં બધાં જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મોકલી અપાયો છે. જે શંકાસ્પદ 96નાં નામ એલઓસીમાં આવરી લેવાયાં છે તેમાં 41 બ્રોકર્સ પણ સમાવિષ્ટ રહ્યા છે.
જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કેસની તપાસ કરી રહી છે તેણે શીતલ ગુપ્તા નામની આરોપીની ધરપકડ કરી છે. ગુપ્તા પીડી એગ્રેટપ્રોસેસર્સ કંપનીનાં છે અને તેઓ પરદેશ ભાગી જવાની પેરવીમાં હતાં. આ કંપની રૂા. 675 કરોડ જેવી સત્તાવાર રકમની ડિફોલ્ટ થઈ છે. તેણીની ધરપકડના એક સપ્તાહ પછી જામીન મળી હતી. ત્યારથી તેણીનું નામ એલઓસીની યાદીમાં રહ્યું હતું.
ઇમિગ્રેશન વિભાગને તેણી પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હોવાની જાણકારી મળી હતી અને તેનો પાસપોર્ટ સ્વાઈપ થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer