સેન્સેક્ષ 36000ની અંદર

મુંબઈ, તા. 14 : શૅરબજારે આજે નવા ઊઘડતા સપ્તાહની શરૂઆત નરમાઈના ટોને કરી હતી. શુક્રવારે અમેરિકાનાં ઢીલાં બજારો અને આજે સવારે એશિયન બજારોની નરમાઈની અસર તેમ જ આ સપ્તાહે મહત્ત્વના આર્થિક આંકડા જાહેર થનાર હોઈ લેવાલી કરતાં વેચવાલીનું વધેલા માનસે આજે સવારે સ્થાનિક શૅરબજાર નરમ તો ખૂલ્યું, પણ આગળ ઉપર ઘટાડાનું પ્રમાણ વધતું જણાયું હતું. આજે સવારે 10.04 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનામાં 227 પૉઈન્ટના ઝડપી ઘટાડાએ 36000ની સપાટીએથી નીચો ઊતરી 35781ની, તો નિફ્ટી 74 પૉઈન્ટના ઘટાડાએ 10721ની સપાટીએ ઊતરી ગયો હતો. આમ શુક્રવારનો ઘટાડો આજે આગળ વધ્યો હતો. લાર્સન, ઍક્સિસ બૅન્ક, એચડીએફસીના શૅર્સ ઘટયા હતા, તો સામે ઇન્ફોસીસ, સન ફાર્મા, એચપીસીએલના શૅર્સ વધ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer