દેશભરમાં ઉત્તરાયણની ઉજવણી શરૂ

દેશભરમાં ઉત્તરાયણની ઉજવણી શરૂ
પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતાં હોય છે તે ઉત્તરાયણની આજે ધર્મ-જાતિના ભેદ ભૂલીને શાનદાર અને પરંપરાગત રીતે ઉજવણી શરૂ થઈ ગઈ છે. એ કાપ્યો... છે...લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જોવા મળી રહી છે. નાનાં અને મોટાં મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાનાં બાળકોથી લઈને મોટા લોકો સુધીની ભીડ જોવા મળે છે. દરેક વયના લોકો મન મૂકીને ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડે છે. દેશમાં જ નહીં, પણ બીજા દેશોમાં પણ ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer