મંદ વેચાણથી અરવિંદ લિ.ની આવક ઘટી

મુંબઈ, તા. 8 : અરવિંદ લિ.ની ડિસેમ્બર ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે એક ટકો ઘટીને $1,680 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં $1,691 કરોડ હતી. કંપનીએ આ ઘટાડા પાછળનું કારણ ડેનિમ બિઝનેસમાં ઓછું વેચાણ આપ્યું છે. ઘણા આંતરરાષ્ટ્રીય ગ્રાહકોએ ઈનવેન્ટરીમાં ફેરફાર કરતા કંપનીનું વેચાણ ઘટયું હતું, એમ એક વિશ્લેષકે કહ્યું હતું. પરિણામે એકંદર આવક 7 ટકા ઘટી હતી. જોકે, તેની પતાવટ એડવાન્સડ મટેરિયલ બિઝનેસમાં 32 ટકાની આવક વૃદ્ધિથી થઈ હતી. 
ડિમર્જર બાદ ડેનિમ, ફેબ્રિક અને ગાર્મેન્ટ સેગમેન્ટ તેમ જ એડવાન્સ મટેરિયલ બિઝનેસ ધરાવતા ટેક્સ્ટાઈલ બિઝનેસના ડિમર્જર બાદ અરવિંદ નામ અપાયું છે. જ્યારે બ્રાન્ડ અને રિટેલ બિઝનેસ અરવિંદ ફેશન્સ અંતર્ગત છે. એન્જિનિયરિંગ બિઝનેસ અનુપ એન્જિનિયરિંગ અંતર્ગત છે. ટેક્સ્ટાઈલ બિઝનેસનો કાચો નફો વાર્ષિક ધોરણે 12 ટકા ઘટીને $170 કરોડ હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં $150 કરોડ હતો. 
ગુજરાત, ઝારખંડ અને કર્ણાટકમાં ગાર્મેન્ટ ઉત્પાદન બિઝનેસ માટે બહુવિધ ગ્રીનફિલ્ડ સ્થાપતા કાર્યકારી ખર્ચ વધ્યો હતો અને વેચાણ ઘટયું હતું, પરિણામે ટેક્સ્ટાઈલ બિઝનેસનું ઈબિટડા માર્જિન 14 ટકાથી ઘટીને 10.5 ટકા થયું હતું. આ એકમોની ગાર્મેન્ટિંગ ક્ષમતા 3 કરોડ પીસથી વધારીને 9 કરોડ પીસ કરવામાં આવી છે. ફેબ્રિકેટિંગ બિઝનેસના પુન:ગઠનના ખર્ચનો પણ આમાં સમાવેશ છે. પરિણામે એકંદર ઈબિટડા માર્જિન 120 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 8.9 ટકા થયું હતું, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 10.05 ટકા હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer