`83માં નવાઝુદ્દીનને સ્થાને પંકજ ત્રિપાઠી

`83માં નવાઝુદ્દીનને સ્થાને પંકજ ત્રિપાઠી
1983માં ભારતે જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપની કથા પરથી ફિલ્મ `83 બની રહી છે. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ  ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ ભજવે છે. ઉપરાંત ફિલ્મમાં મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર અને શ્રીકાંત જેવાં પાત્રો પણ મહત્ત્વની ભૂમિકામાં છે. જો કે, ટીમના કોચ માનસિંહના પાત્ર માટે નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ લેવાતું હતું. પરંતુ હવે તેના સ્થાને પંકજ ત્રિપાઠીને લેવામાં આવ્યો છે. નવાઝે શા માટે આ પાત્રને ભજવવાની ના પાડી તે વિશે એમ કહેવાય છે કે છેલ્લા થોડા વખતથી તે રિયલ લાઇફ પાત્રો  ભજવી રહ્યો છે. દશરથ માંઝી, બાળાસાહેબ ઠાકરે, સઆદત હસન મન્ટોના પાત્રોમાં તેણે જાનદાર અભિનય કર્યો છે. પરંતુ હવે તેને આવાં પાત્રો ભજવવાં નથી. આથી તેણે માનસિંહની ભૂમિકા ભજવવાની ના પાડી છે. નવાઝુદ્દીને માનસિંહનું પાત્ર નકારતાં તેના સ્થાને પંકજને લેવામાં આવ્યો છે. બરેલી કી બરફી, ન્યૂટન અને ત્રી જેવી ફિલ્મોમાં પંકજના અભિનયનાં વખાણ થયાં છે અને હાલમાં તે પોતાને મળેલી સફળતાનો આનંદ માણી રહ્યો છે.   

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer