શ્રીદેવીની પ્રથમ વરસીએ પૂજાનું આયોજન

શ્રીદેવીની પ્રથમ વરસીએ પૂજાનું આયોજન
ભારતીય ફિલ્મોદ્યોગની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું એક વર્ષ અગાઉ અવસાન થયું હતું. અભિનેત્રીની મૃત્યુની તારીખ 24 ફેબ્રુઆરી છે પરંતુ તિથિ 14 ફેબ્રુઆરીએ આવે છે. આથી તેની પ્રથમ વરસી 14 ફેબ્રુઆરીએ ગણાશે. આ દિવસે તેના ચેન્નઇના ઘરમાં પૂજા રાખવામાં આવી છે. આ પ્રસંગે શ્રીદેવીનો પતિ બોની કપૂર અને બંને દીકરીઓ જાન્હવી તથા ખુશી હાજર રહેશે. આ ઉપરાંત અનિલ કપૂરની પત્ની સુનીતા તથા કુટુંબના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. શ્રીદેવીના અચાનક થયેલા અવસાનનો ઘા હજુ પણ રુઝાયો નથી અને બોની તથા દીકરીઓને તેની ખૂબ જ ખોટ સાલી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer