રૂપેરી પરદે સલમાન અને શાહરુખની જોડી જોવા નહીં મળે!

રૂપેરી પરદે સલમાન અને શાહરુખની જોડી જોવા નહીં મળે!
સલમાન ખાન અને શાહરુખ ખાનના ચાહકો બંનેને એકસાથે ફિલ્મમાં જોવા ઇચ્છે છે પરંતુ તેમની ઇચ્છા હાલ તુરંત તો પૂરી થાય એવી કોઇ શકયતા નથી. થોડા સમયથી એવી ચર્ચા ચાલતી હતી કે સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મમાં સલમાન અને શાહરુખને લેવાનું વિચારે છે. પરંતુ ના, એવું કશું થવાનું નથી. સંજયે આ બંને સ્ટાર કલાકારોને અલગ અલગ બોલાવ્યા હતા પરંતુ ફિલ્મ અંગેની વાતચીત કરી નથી એવું સૂત્રોએ જણાવ્યું હતું. સંજય બે ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું વિચારે છે પરંતુ બેમાંથી એકેમાં શાહરુખ કે સલમાન નથી. 
વાસ્તવમાં તો સલમાન અને શાહરુખ કારકિર્દીના સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યા છે. આમાં તેઓ સાથે કામ કરે એવું તેઓ પણ નહીં સ્વીકારે. અગાઉ રાકેશ રોશનની કરણ અર્જુન અને કે. સી. બોકાડિયાની હમ તુમ્હારે હૈ સનમમાં બંને સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ બંનેને સાથે લાવવાના બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer