વેઇટ લિફટર જેરમીએ ભારત માટે બીજો ચંદ્રક જીત્યો

વેઇટ લિફટર જેરમીએ ભારત માટે બીજો ચંદ્રક જીત્યો
નવી દિલ્હી તા.8: યુવા ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા જેરમી લાલરિનુગાએ પુરુષ વિભાગના 67 કિલો વર્ગમાં એજીટીપી વેઇટ લિફટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે. 16 વર્ષીય જેરમીએ સ્નેચમાં 131 કિલો અને કિલન એન્ડ જર્કમાં 1પ7 કિલો સહિત કુલ 288 કિલો વજન ઉંચકયું હતું અને બીજા સ્થાને રહ્યો હતો. ઇન્ડોનેશિયાનો વેઇટ લિફટર ડેની કુલ 303 કિલો સાથે પહેલા નંબર પર રહ્યો હતો. આ સ્પર્ધામાં ગઇકાલે ભારતીય મહિલા ખેલાડી મીરાબાઇ ચાનૂએ ગોલ્ડ જીત્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer