પીવી સિંધુની 50 કરોડની ડીલ : ચીની સ્પોટઍસ કંપની સાથે કરાર

પીવી સિંધુની 50 કરોડની ડીલ : ચીની સ્પોટઍસ કંપની સાથે કરાર
નવી દિલ્હી તા.8: ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી અને રિયો ઓલિમ્પિકની રજત ચંદ્રક વિજેતા પીવી સિંધુ એક ચાઇનીઝ સ્પોર્ટસ કંપની સાથે પ0 કરોડ રૂપિયાનો કરાર કર્યાંના રિપોર્ટ છે. આ ચીની સ્પોર્ટસ કંપનીનું નામ લિ નિંગ છે. તેણે સિંધુ સાથે પાંચ વર્ષ માટે પ0 કરોડની ડિલ કરી છે. આ કંપની આ પહેલા કિદાંબી શ્રીકાંત સાથે ચાર વર્ષ માટે 3પ કરોડનો કરાર કરી ચૂકી છે. ભારતીય સ્પોર્ટસ કંપનીના એક અધિકારીના જણાવ્યાનુસાર બેડમિન્ટન ખેલાડી તરીકે ભારત જ નહીં વિશ્વમાં આ સૌથી મોટો કરાર બની રહેશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વિરાટ કોહલીનો પ્યૂમા સાથે 100 કરોડની કરાર છે. જો કે તે આઠ વર્ષનો છે. આ સામે સિંધૂનો કરાર પ વર્ષનો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer