મુંબઈમાં આજે પણ ઠંડો પવન ફૂંકાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુંબઈમાં આજે ભરબપોરે ફૂંકાતા ઠંડા પવનને કારણે રાહત મેળવવા અનેક લોકોએ સૂર્યપ્રકાશનો આશરો લીધો હતો. મુંબઈમાં આવતી કાલે પણ ઠંડો પવન ફૂંકાશે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવન ફરી સક્રિય થયા છે. તે હવાનો પ્રભાવ કોંકણ ઉપર અને ખાસ કરીને ઉત્તર કોંકણ ઉપર વધારે છે. તેથી મુંબઈ સહિત ઉત્તર કોંકણના મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થયો છે. આવતી 11મી ફેબ્રુઆરીએ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં છૂટક ઝાપટાં પડે એવી
સંભાવના છે.
અલીબાગમાં 18, રત્નાગિરિ 17.9, દહાણુમાં 16.7, પુણેમાં 10.5, અહમદનગરમાં 9.9, જળગાંવમાં 15, કોલ્હાપુરમાં 17.3, મહાબળેશ્વરમાં 10.6, માલેગાંવમાં 14.2, નાશિકમાં 13.2, સાંગલીમાં 15.3, સતારામાં 11.8, સોલાપુરમાં 20.4, ઔરંગાબાદમાં 15.6, પરભણીમાં 19, નાંદેડમાં 19, બીડમાં 14.8, અકોલામાં 18.5 અને અમરાવતીમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer