કાશ્મીર : હિમપ્રપાતથી સાત પોલીસનાં મૃત્યુ

શ્રીનગર, તા. 8: કુલગામ જિલ્લામા ગુરુવારે સાંજે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની જવાહર ટનેલ વિસ્તારમાં હિમપ્રપાત થતાં હિમ તળે દટાયેલી પોલીસ ચોકીમાં ફસાઈ પડેલા દસ પોલીસ કર્મીઓ પૈકી ઓછામાં ઓછા ત્રણને બચાવી લેવાયા છે. આ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન હવાઈ દળના હેલિકોપ્ટરને બચાવ સેવા કામે લગાડાયું છે. ટનેલના કાઝીગુંડ બાજુના નોર્થ પોર્ટલ ખાતે આ હિમપ્રપાત થતાં તેની તળે દટાયેલી આ પોલીસ ચોકીમાં આ પોલીસકર્મીઓ ફસાઈ પડયા હતા. ટનેલ પાસેની ચોકીએ ફરજ પર મુકાયેલા દસ પોલીસકર્મી સલામત છે, જયારે  દસ અન્ય હિમ તળે ફસાયાનું મનાતું હતું. પોલીસ બચાવ ટુકડીઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ બનાવના સ્થળે ધસી ગઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer