રાહુલ ગાંધી જુઠ્ઠાણાંની ફૅક્ટરી : જાવડેકર

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 8 : ભાજપના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ઉતાવળા થઈ ગયેલા રાહુલ ગાંધી જે અધૂરું છપાયું છે તેના આધારે આરોપ કરી રહ્યા છે. રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટને માનતા નથી, જેણે કહ્યું છે કે રફાલ સોદામાં કોઈ ગોટાળો થયો નથી. રાહુલ ગાંધી વારંવાર જૂઠું બોલીને એવું સાબિત કરવા માગે છે કે તે સત્ય થઈ જશે પરંતુ એવું થવાનું નથી. રાહુલ ગાંધી અને કૉંગ્રેસ રફાલ સોદો રદ કરાવવા માગે છે અને તેઓ વિદેશી તાકાતો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના સ્વાર્થી પરિબળોના હાથમાં રમી રહ્યા છે.
જાવડેકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તો જૂઠું બોલવાની ફૅકટરી લગાવી દીધી છે અને આજે પણ એક નવું જૂઠાણું પીરસ્યું છે.
કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પણ જણાવ્યું હતું કે કૉંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે દેશને ગુમરાહ કરવાની સુપારી લઈ રાખી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer