સત્તાવાર ઘર ખાલી કરવાના આદેશ સામેની તેજસ્વી યાદવની અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી તા. 8: લાલુપ્રસાદ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ રાજયનો નાયબ સીએમ 
હતો ત્યારે ફાળવાયેલા સત્તાવાર બંગલો ખાલી કરી દેવા 
રાજય સરકારે આદેશ આપ્યો હતો, તેને પડકારતી તેજસ્વીની અરજી સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી અને અદાલતે તેની ઉપર રૂ. પ0 હજારનું ખર્ચ લાદ્યો હતો.
બંગલો કેન્દ્રિય પુલના કાર્યક્ષેત્ર તળે આવતો હોઈ મોદી માટે તે ખાલી કરાવવો એ ગેરકાયદે હોવાની તેજસ્વીની બચાવકારી દલીલ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer