પર્રિકરનું ધ્યાન દોર્યું હતું : રાહુલ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : 2015ની તારીખની સંરક્ષણ સચિવ જી. મોહનકુમારની એક નોંધ તરફ તત્કાલીન સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય અને મંત્રણા કરનારી ટીમે જે વલણ લીધું હતું તેની સાથે પીએમઓનું વલણ વિરોધાભાસી રહ્યું હતું અને આવી વાટાઘાટો પીએમઓ ટાળે એ ઇચ્છનીય છે, કારણ કે તેનાથી અમારી વાટાઘાટોની સ્થિતિને ગંભીર અસર થાય છે. અમે પીએમઓને એવી સલાહ આપીએ છીએ કે ભારતીય મંત્રણા ટીમમાં જે સામેલ ન હોય એવા કોઈ પણ અધિકારીએ ફ્રાંસ સરકારના અધિકારીઓ સાથે ચાલતી વાટાઘાટોથી દૂર રહેવું જોઈએ એમ આ નોંધમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું. આ નોંધ એક અગ્રગણ્ય અંગ્રેજી અખબારમાં અહેવાલરૂપે છાપવામાં આવી છે.
`આ મંત્રણાઓનાં પરિણામ અંગે પીએમઓને વિશ્વાસ ન હોય તો યોગ્ય સ્તરે પીએમઓની આગેવાનીમાં મંત્રણાઓ કરી શકાશે' એમ આ નોંધમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.
પોતાની ટિપ્પણીમાં મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે પીએમઓ અને ફ્રાંસના પ્રમુખનું કાર્યાલય આ મુદ્દે પ્રગતિ પર દેખરેખ કરતા હતા કારણ કે તે સમિટ બેઠકનું પરિણામ હતું અને સંરક્ષણ સચિવ જી. મોહનકુમારે જે ચિંતા વ્યક્ત કરી હતી તે એક વધુપડતી પ્રતિક્રિયા લાગી રહી છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer