મોદી ચૂંટણી પહેલાં ચાયવાલા, ચૂંટણી બાદ રફાલવાલા : મમતા

મોદી ચૂંટણી પહેલાં ચાયવાલા, ચૂંટણી બાદ રફાલવાલા : મમતા
કોલકાતા, તા. 8 : સીબીઆઈના એક્શને લઈને કેન્દ્ર સરકાર સામે ધરણા કર્યા બાદ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના તેવર બદલ્યા નથી. એક તરફ કેન્દ્રએ કલકત્તામાં ધરણામાં ભાગ લેનારા પાંચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ઉપર વિચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ આ કાર્યવાહીને મમતા બેનરજીએ ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે, જો પોલીસ અધિકારીઓના મેડલ પરત લેવામાં આવશે તો તેઓને પશ્ચિમ બંગાળમાં સર્વોચ્ચ સન્માન બંગ વિભૂષણ એનાયત કરવામાં આવશે. 
બીજી તરફ મોદીએ મમતા બેનરજી ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં હોવાનું કહેતા મમતાએ પલટવાર કર્યો હતો અને મોદી ચૂંટણી પહેલા ચાયવાલા અને ચૂંટણી બાદ રાફેલવાલા બની જતા હોવાનું કહ્યું હતું.મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેઓ મોદીની વાત કરવામાં પણ શરમ અનુભવે છે. મોદી રાફેલ, નોટબંધી અને ભ્રષ્ટાચારના માસ્ટર છે. વધુમાં મમતા બેનરજીએ એમ પણ કહ્યું હતું કે, જેટલું ઘર્ષણ થશે તેટલો જ વિપક્ષ વધુ મજબુત બનશે.  આ અગાઉ મોદીએ જલપાઈગુડીમાં મમતા બેનરજી ઉપર ચિટફંડ કૌભાંડમાં પુરાવાનો નાશ કરવાના આરોપી રાજીવ કુમારનું સંરક્ષણ કરવાનો આરોપ મુક્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer