મુખ્ય પ્રધાન દીદી છે, પણ દાદાગીરી બીજાની ચાલે છે

મુખ્ય પ્રધાન દીદી છે, પણ દાદાગીરી બીજાની ચાલે છે
રાજકારણમાં કૉંગ્રેસ ગમે તે હદે જઈ શકે: પ.બંગાળમાં મોદી આક્રમક
જલપાઈગુડી, તા.8: કોલકાતા પોલીસ વિરુદ્ધ સીબીઆઈના વિવાદમાં આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીના ગઢ પશ્ચિમબંગાળમાં જઈને હુમલો બોલાવ્યો હતો. તેમણે જલપાઈગુડીમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં એક એવા મુખ્યમંત્રી છે જે ગરીબોની મહેનતથી એકત્ર પાઈ - પાઈ લઈને દેશને લૂંટનારાઓ સાથે ઉભા છે.
મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મા, માટી અને માનુષનાં નામે જેને સત્તા આપવામાં આવી તેમણે હવે ખૂનખરાબાનું રાજકારણ અપનાવી લીધું છે. આજે મુખ્યમંત્રી તો દીદી છે પણ દાદાગીરી કોઈ બીજાની જ ચાલે છે. તૃણમૂલ સરકારની તમામ યોજનાઓનાં નામે વચેટિયાઓને અધિકાર મળેલા છે. દીદી હવે દિલ્હી જવા બેબાકળાં છે અને બંગાળનાં ગરીબો અને મધ્યમવર્ગને લૂંટવા માટે છોડી રહ્યા છે. 
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે આજે એવા તમામ લોકોને મોદીથી કષ્ટ છે જે પોતે ભ્રષ્ટ છે. ટ્રિપલ તલાક મુદ્દે તેમણે કહ્યું કે મહિલા અધિકાર વિશે જૂઠ બોલનારા કોંગ્રેસે હવે પોતાની અસલિયત દેખાડી છે. તુષ્ટીકરણમાં કોંગ્રેસ ગમે તે હદે જઈ શકે છે. 
મોદીએ આગળ કહ્યું હતું કે ઉત્તર બંગાળ સાથે તેમનો નાતો ચાનો છે. અહીંના લોકો ચા ઉગાડનારા છે અને હું ચા બનાવનારો છું પરંતુ ચાવાળાથી દીદીને આટલી ચીડ કેમ છે એ સમજાતું નથી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer