નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને ઝટકો આપ્યો છે. અદાલતે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન બનાવાયેલા હાથીના સ્મારકો અને તેમની ખુદની મૂર્તિઓ પર ખર્ચ થયેલા નાણા પાછા આપવાનો આદેશ કર્યો છે. 2009માં દાખલ થયેલી એક અરજીની સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ આદેશ કર્યો હતો અને મામલાની વધુ સનાવણી માટે બીજી એપ્રિલની તારીખ નિયત કરી હતી. માયાવતીના ધારાશાત્રીએ આ કેસની સુનાવણી મે પછી કરવાની અપીલ કરી હતી પણ તે મંજૂર રખાઈ નથી.