તો અમેરિકાના ગ્રીન કાર્ડ માટે હજારો ભારતીયોને ફાયદો

વોશિંગ્ટન, તા. 9 : અમેરિકાનાં ગ્રીન કાર્ડ (સ્થાયી નિવાસની માન્યતા) સંબંધિત કાયદામાં સુધારા માટે અમેરિકાની સંસદમાં એક જ પ્રકારનાં બે વિધેયક રજૂ થયા છે. જેમાં પ્રત્યેક દેશના હિસાબે ગ્રીન કાર્ડ ઉપર મૂકવામાં આવેલી મહત્તમ સીમાને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. જો આ વિધેયક પસાર થઈ જાય તો અમેરિકાની સ્થાયી નાગરિકતાની રાહ જોતાં હજારો ભારતીય વ્યવસાયિકોને મોટો ફાયદો મળશે. રિપબ્લિક પાર્ટીના સાંસદ માઈક લી અને ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસે સેનેટમાં ફેરનેસ ફોર હાઈ સ્કીલ્ડ ઈમિગ્રાન્ટસ એક્ટ નામક વિધેયક રજૂ કર્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer