એસબીઆઈએ હોમલોન પરના વ્યાજદરમાં પાંચ બેસિસ પૉઈન્ટ ઘટાડયા

મુંબઈ, તા. 9 : રિઝર્વ બૅન્કે તેના રેપો દરમાં 25 બેસિસ પૉઈન્ટ ઘટાડયાના એક દિવસ પછી સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાએ તેના રૂા. 30 લાખ સુધીની હોમ લોન્સ પર વ્યાજદરમાં પાંચ બેસિસ પૉઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આ નવા દર શુક્રવારથી અમલમાં આવ્યા છે.
હોમ લોન્સની માર્કેટમાં આ બૅન્ક સૌથી વધુ હિસ્સો ધરાવે છે. બેન્ચના ચૅરમૅન રજનીશકુમારે કહ્યું હતું કે બૅન્કના ડિપૉઝિટના દર તેના બરોબરિયા કરતાં ઘણા નીચા છે અને ડિપૉઝિટના દર ઘટાડવા હશે તો એમસીએલઆર સિસ્ટમ હેઠળ સર્વાંગી ધિરાણ દરોમાં કાપ મૂકવાની જરૂર રહેશે.
એસબીઆઈ પહેલાં બૅન્ક અૉફ મહારાષ્ટ્રે તેની છ માસની મુદતની એમસીએલઆર લોન પર 0.05 ટકાનો કાપ જાહેર કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક્સ્ટર્નલ બેન્ચમાર્ક રેટનો અમલ એપ્રિલ સુધીમાં થાય એમ આરબીઆઈ ઈચ્છી રહી
છે પણ તેના પરની કાર્યક્ષમ માર્ગદર્શિકા હજી જાહેર કરી નથી તેથી તેનો અમલ કરવાનું શક્ય નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer