ડ્રોન અને હાઈ ટૅક કૅમેરા ગોઠવવામાં આવશે

મુંબઈમાં મહિલાઓની સુરક્ષા
મુંબઈ, તા. 9 : કેન્દ્ર અને રાજ્ય સરકારના ભંડોળની મદદથી મહિલાઓ માટે ઘડાયેલી 252 કરોડ રૂપિયાની સુરક્ષા યોજનાના ભાગરૂપે એવો નિર્ણય લેવાયો છે કે મુંબઈ પોલીસ શહેરમાં ચહેરાથી માણસને ઓળખી કાઢે  એવા 125 કૅમેરા મૂકવાની છે. તદુપરાંત મુંબઈને વધારાના 1600 સીસીટીવી કૅમેરા, ગુનાખોરી જ્યાં ચરમસીમાએ હોય એવા સ્પોટ પર જીઆઈએસ મેપિંગ. પોલીસનાં વાહન પર 100 માઉન્ટેડ પેનોરેમીક કૅમેરા તથા નંબર પ્લેટને ઓળખી કાઢે એવા 100 કૅમેરા મળશે. ગૃહ મંત્રાલયે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ અને લખનઊને સુરક્ષિત શહેર બનાવવા માટે નિર્ભયા ફંડની રચના કરી છે. સિનિયર આઈપીએસ અૉફિસરે કહ્યું હતું કે કેન્દ્રના ગૃહ ખાતાએ મહિલા સુરક્ષા યોજના માટે મહારાષ્ટ્ર માટે ફંડ છૂટું કર્યું છે અને રાજ્ય સરકારે એમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ ફંડ બીજાં રાજ્યો માટે પણ રિલિઝ કરાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer