તિસ્તા સેતલવાડને આગોતરા જામીન

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 9 : રૂા.1.4 કરોડના સરકારી નાણાના દુરુપયોગ મામલે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદને હાઇકોર્ટમાંથી મોટી રાહત બન્નેના આગોતરા જામીન હાઇકોર્ટે મંજુર કર્યા છે. જો કે જસ્ટિસ પારડીવાલાએ આ છેલ્લી જહ હોવાની ટકોર કરી હતી. હાઇકોર્ટે અવલોકન કર્યુ હતું કે, તમને આ છેલ્લા તક આપવામાં આવે છે. તમારે તપાસમાં પૂરી રીતે સહયોગ કરવાનો રહેશે અને જ્યારે પણ તમારી જરૂર જણાય ત્યારે તમને તપાસ મદદ માટે હાજર રહેવાનું રહેશે. જો તમારા માટે રિમાન્ડ માંગવામાં આવે તો પણ તમારે હાજર થવાનું રહેશે. જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer