NSELના પૂર્વ ડિરેક્ટર માટે રેડ કોર્નર નોટિસ

મુંબઈ, તા. 9 : મુંબઈ પોલીસની આર્થિક ગુના પાંખે (ઈઓડબ્લ્યુ) નેશનલ સ્પોટ એક્સચેન્જ લિ.ના (એનએસઈએલ)ના પૂર્વ ડિરેક્ટર હરિહરન વૈદ્યલિંગમની રૂા. 500 કરોડના કૌભાંડમાંની ભૂમિકા માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી છે. જે આરોપી ભારતમાં ન હોય તે સામે આવી રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાય છે જે થકી અન્ય દેશોમાં આ વ્યક્તિને શોધી કાઢી તેને હદપાર કરી સોંપવાની વિનંતી કરી શકાય. આ વિનંતી જનરલ સેક્રેટરીએ સભ્ય દેશ અથવા આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલને કરી છે.
કંપનીના રોજેરોજના કારોબારમાં વૈદ્યલિંગમ સંડોવાયેલા હતા અને આ કેસમાં તેઓ એક મુખ્ય આરોપી છે જે ફોરેન્સિક અૉડિટના અહેવાલ પર આધારિત છે.
વાસ્તવમાં તપાસણીય અધિકારીઓને શંકા છે કે 12,735 રોકાણકારો સાથે કરાયેલી છેતરપિંડી સંબંધિત છૂપી માહિતી તેને હોઈ શકે. સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે વૈદ્યલિંગમ અગાઉ સિંગાપોરમાં હતા અને તાજેતરમાં તેમણે યુએસમાં સ્થળાંતર કર્યું હોવાનું અમારા સ્રોત થકી જાણવા મળ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer