કૉસ્ટલ રોડના વિરોધમાં બ્રિચકેન્ડીના રહેવાસીઓની આજે મિટિંગ

મુંબઈ, તા. 9 : મુંબઈ મહાપાલિકાના મહત્ત્વાકાંક્ષી કૉસ્ટલ રોડ પ્રોજેક્ટથી  વ્યાકુળ થનારા બ્રિચકેન્ડીના રહેવાસીઓએ તેમની વિરોધની રણનીતિ ઘડવા આજે મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં સંતપ્ત રહેવાસીઓની ચિંતાઓનો ઉકેલ સૂચવવા પાલિકા તેમના ડૅપ્યુટી કમિશનર રાજીવ કુકોતૂરને મોકલશે.
આ મિટિંગમાં સુશીબેન શાહ અને મિલિંદ દેવરા જેવાં રાજકારણીઓ પણ હાજરી આપશે. કૉસ્ટલ રોડ ચોપાટીથી શરૂ થશે અને સી લિન્કની વરલી બાજુમાં એનો અંત આવશે. થોડાં વર્ષો અગાઉ અહીંના રહેવાસીઓએ આ વિસ્તારમાં ફ્લાય ઓવર બાંધવાનો વિરોધ કર્યો હતો.
રહેવાસીઓ કહે છે કે કોઈ મહાનગરે કૉસ્ટલ રોડ જેવા હાઈ વે બાંધીને પરિવહનની સમસ્યાનો નિવેડો નથી આણ્યો. મહાનગરમાં ટ્રાન્સપોર્ટની સમસ્યા રેલવે, બસ, પગપાળા અને કારના લઘુતમ ઉપયોગ વડે જ ઉકેલી શકાય.
કૉસ્ટલ રોડથી અમારા પરિવહનની સમસ્યા ઉકેલી શકાશે એ વાત ખોટી છે. અમે આ ફાલતુ ખર્ચનો બિનજરૂરી વિરોધ કરી રહ્યા છીએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer