નેશનલ હાઈ વે બંધ, 179 વિદ્યાર્થીઓને શ્રીનગરથી વિમાનમાં લવાયા

શ્રીનગર, તા. 9 : બરફવર્ષા અને વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈ વે ચાર દિવસથી બંધ છે. નિયમિત ઉડાન પણ રદ કરવામાં આવી છે. આ સંજોગોમાં શુક્રવારે ગ્રેજ્યુએટ એપ્ટિટયૂડ ટેસ્ટ એક્ઝામ (ગેટ)ના બીજા તબક્કામાં સામેલ થનારા શ્રીનગરના 179 વિદ્યાર્થીઓને ખાસ વિમાનથી જમ્મુથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જ્યારે સાઉદી અરબથી ઉમરા પરત આવેલા 180 યાત્રીઓને શ્રીનગર પહોંચાડવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ સત્યપાલ મલિકે વાતને ધ્યાનમાં લઈને શ્રીનગર અને દિલ્હીમાં ફસાયેલા આવા લોકોને વૈકલ્પિક સુવિધા કરી આપવાનો આદેશ આપ્યો છે. આ વિશે રાજ્ય સરકારે કેન્દ્રીય રક્ષા મંત્રાલય પાસે પણ મદદ માગી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer