ભાનુશાળીની હત્યાને મહિના પછી પણ અધિકારીઓ હવામાં તલવાર વીંઝે છે!

ભાનુશાળીની હત્યાને મહિના પછી પણ અધિકારીઓ હવામાં તલવાર વીંઝે છે!
અમદાવાદ, તા. 9 : ગઈકાલે ભાજપના નેતા જ્યંતિ ભાનુશાળીની હત્યાને એક મહિનો પૂર્ણ થઇ ગયો પરંતુ રાજ્યની તપાસ એજન્સીના અધિકારીઓ હજુય હવામાં તલવાર વીઝીં રહ્યા હોય તેવું લાગે છે. હજુ પણ તપાસ માટે રચવામાં આવેલું ખાસ તપાસ દળ શુટરો સુધી પહોંચી શક્યું નથી. તપાસ દળના દાવા પ્રમાણે તેમણે ભાડુતી હત્યારાઓને પિછાણી જરૂર લીધા છે પરંતુ તેમને હજુ સુધી શોધી શકાયા નથી. દરમિયાન રાજ્યની એટેસની ટીમને જાણકારી મળી હતી કે ભાડુતી મારાઓ હત્યા બાદ જમ્મુમાં છુપાયા છે જેના આધારે એટીએસની ટીમ જમ્મુ પહોંચી હતી પણ તે પહેલા તેઓ ત્યાંથી નીકળી મહારાષ્ટ્ર તરફ રવાના તઇ ગયા હતા. આમ ફરી વખત પોલીસને નિષ્ફળતા મળી છે. બીજી તરફ જ્યંતી ભાનુશાળીનએ પોતાની ત્રી મિત્રનો ઉપયોગ કરી અનેક અધિકારીઓની હનીટ્રેપ કરી તેમની પેસાથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer