જોધપુરી મોજડીની કિંમત છે 75 હજાર, વજન 17 કિલો

જોધપુરી મોજડીની કિંમત છે 75 હજાર, વજન 17 કિલો
ફરીદાબાદ (હરિયાણા), તા. 9 : 33મા આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળામાં જોધપુરી મોજડી લઈને આવેલા નેશનલ એવોર્ડ વિજેતા ક્રાફ્ટમેનનો સ્ટોલ નંબર 1011 દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જ્યાં 300 રૂપિયાથી લઈને 75 હજાર રૂપિયા સુધીની મોજડી ચર્ચાનું કેન્દ્ર બની છે.   આ ક્રાફ્ટમેન અત્યાર સુધી રાજઘરાનાથી લઈને રાજકારણીઓને પોતાના હાથથી મોજડી પહેરાવી ચૂક્યો છે. તેના સ્ટોલ પર ખાસ રીતે તૈયાર કરાયેલી પાંચ ફૂટની મોજડી મેળામાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મોજડીની કિંમક 75 હજાર રૂપિયા છે.  
      શિપ, ગોટ અને કેમલ લેધરથી બનાવેલી હેન્ડમેડ આ મોજડી જોઈને બધા અહીંથી પોતાના માટે મોજડી ખરીદી રહ્યા છે. ક્રાફ્ટમેન મોહનલાલે કહ્યું હતું કે આ ક્રાફ્ટને લઈને તેને 2018માં નેશનલ એવૉર્ડ મળી ચૂક્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer