માવળાઓ શિવજયંતી 19 ફેબ્રુઆરીએ ઊજવશે

માવળાઓ શિવજયંતી 19 ફેબ્રુઆરીએ ઊજવશે
નાશિક તા. 11 : મહારાષ્ટ્રના આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજની જયંતી માવળાઓ માટે એક દિવાળી જેવું પર્વ છે. આ લોકોત્સવ 19 ફેબ્રુઆરીએ જ ઊજવવાનો નિર્ણય માવળા સંગઠનોએ લીધો છે. અમુક લોકો અને સંગઠનો શિવાજી મહારાજની જયંતી અંગે તારીખ અને તિથિનો વિવાદ સર્જે છે. આને પગલે અમુક શિવભક્તોએ રવિવારે સરકારી ગેસ્ટ હાઉસમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. આ સંગઠનોએ એવો નિર્ણય લીધો હતો કે શિવજયંતી તારીખ પ્રમાણે એટલે કે 19 ફેબ્રુઆરીએ જ ઊજવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer