`નો એન્ટ્રી''ની સિકવલની તૈયારી શરૂ

`નો એન્ટ્રી''ની સિકવલની તૈયારી શરૂ
દિગ્દર્શક અનીઝ બઝમીની 2005માં રજૂ થયેલી ફિલ્મ નો એન્ટ્રીની સિકવલ વિશે વારંવાર પૂછવામાં આવતું હતું. અનિલ કપૂર, ફરદીન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા, એશા દેઓલ અને સેલિના જેટલી અભિનિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી અને તેના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દિગ્દર્શક અનીઝે કહ્યું હતું કે, હજુ પણ જ્યારે કોઇ ટીવી ટેનલ પર નો એન્ટ્રી દેખાડવામાં આવે છે ત્યારે મને લોકોના ફોન આવે છે અને સિકવલ વિશે પૂછે છે. આ ફિલ્મની સિકવલની પટકથા તૈયાર છે અને નિર્માતા બોની કપૂર કહેશે ત્યારે હું તેનું શૂટિંગ શરૂ કરીશ. જો કે, ફિલ્મના કલાકારો વિશે હજુ કશું નક્કી થયું નથી. 
અત્યારે તો અનીઝ ફિલ્મ પાગલપંતીના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઇલેના ડિક્રુઝ અને અરશદ વારસી છે. આ ફિલ્મ આગામી છઠ્ઠી ડિસેમ્બરે રજૂ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer