વિવિધ લૂકનો પ્રયોગ કરવો ગમે છે મોહિત રૈનાને

વિવિધ લૂકનો પ્રયોગ કરવો ગમે છે મોહિત રૈનાને
ટીવી સિરિયલ `દેવોં કે દેવ મહાદેવ'માં શંકર ભગવાનનાં વિવિધ સ્વરૂપોને સાકાર કરીને દરેકના હૃદયમાં આગવું સ્થાન મેળવનાર અભિનેતા મોહિત રૈનાએ ત્યાર બાદ ચક્રવર્તી સમ્રાટ અશોક અને 21 સરફરોશ- સારાગઢી 1897 સિરિયલોમાં પણ અભિનય કર્યો છે. આ બધી સિરિયલોમાં તેણે  લૂકના પ્રયોગો કર્યા છે. તે કહે છે કે મને મારા દેખાવ બાબતના પ્રયોગો કરવા ગમે છે. મહાદેવ તરીકે મેં વિવિધ સ્વરૂપ રજૂ કર્યાં હતાં. જયારે સમ્રાટ અશોકમાં ક્લિન શેવ્ડ અને ક્લિન ચેસ્ટ લૂક અપનાવ્યું હતું. જયારે 21 સરફરોશમાં તે શીખના પાત્રમાં હોવાથી ભારે દાઢી ધરાવતો હતો. મોહિતે કહ્યું હતું કે, જો મને તક મળે તો હું પરદા પર મારા દેખાવને બદલું છું. જો કે, આ બાબત પાત્રની જરૂરિયાત પર પણ આધાર રાખે છે. 21 સરફરોશમાં મને દાઢી વધારવા માટે ચાર મહિનાનો સમય મળ્યો હતો. આ સિરિયલનું શૂટિંગ પૂરું થયા બાદ ફિલ્મ ઊરી : સર્જિકલ સ્ટ્રાઇકનું શૂટિંગ કરવાનું હતું. એટલે મેં દાઢી રહેવા દીધી હતી પરંતુ થોડી ટ્રીમ કરી હતી. 
હાલમાં મોહિત એક વેબ સિરિઝમાં પોલીસ ઇન્સ્પેકટરનું પાત્ર ભજવે છે એટલે ક્લિન શેવ્ડ લૂકમાં દેખાય છે. જો કે, તેણે કબૂલ્યું હતું કે, તેને દાઢી કરવાની આળસ છે અને જો શૂટિંગ ન હોય તો તે દાઢી કરવાનું ટાળે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer