કોહલી જે મહેસૂસ કરે છે એ બોલે છે : શેન વૉર્ન

કોહલી જે મહેસૂસ કરે છે એ બોલે છે : શેન વૉર્ન
મુંબઈ, તા.11: ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્નેને ભારતીય સુકાની વિરાટ કોહલી ઘણો પસંદ છે. તેનું માનવું છે કે કોહલી જે મહેસૂસ કરે છે તે ઇમાનદારીથી બોલે છે. શેન વોર્ન આઇપીએલ-11 માટે રાજસ્થાન રોયલ્સનો બ્રાંડ એમ્બેસેડર બન્યો છે. આ મોકા પર તેણે જણાવ્યું હતું કે કોહલીની બેટિંગ જોવી મને ગમે છે. હું તેનો મોટો ચાહક છું. તે ક્યારે પણ હાર માનતો નથી. તેને જે સાચી વાત લાગે તે બોલે છે. તે વધુ ભાવૂક છે જે તેની ખાસિયત છે. આથી જ ફક્ત ઓસ્ટ્રેલિયાના જ લોકો નહીં પણ બીજા દેશમાં પણ કોહલી એટલો જ લોકપ્રિય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer