IITE ના શિક્ષકોની ખાડીના દેશોમાં ભારે માગ : ગૌરવ સમાન-રાજ્યપાલ ઓ. પી. કોહલી

અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર, તા. 11 : ઈંઈંઝઊના શિક્ષકોની કુવૈત, અબુધાબી અને યુ.એ.ઇ જેવા ખાડીના દેશોમાં ભારે માગ એ ગુજરાત અને રાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. ગુજરાતના શિક્ષકોની વિશ્વભરમાં માગ ઊભી થાય તેવા વૈશ્વિક કક્ષાના શિક્ષકો તૈયાર કરવાના વિઝન સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સેવેલું સ્વપ્ન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશનના માધ્યમથી સાકાર થઇ રહ્યું છે તેમ ગાંધીનગર ખાતે ઈંઈંઝઊના પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.
કોહલીએ વિવિધ ફેકલ્ટીઓમાં ગોલ્ડ મેડલ અને પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું, કે વર્ષ 2017માં 10 અને વર્ષ 2018માં 14 વિદ્યાર્થીઓની ગલ્ફના દેશોમાં શિક્ષક તરીકે પસંદગી થઇ છે.  તે જ ઈંઈંઝઊની સફળતા દર્શાવે છે. ઈંઈંઝઊ દ્વારા ખાડીના દેશોના વિદ્યાર્થીઓને ઓનલાઇન ટીચર્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે જેના પરથી કહી શકાય કે, ઈંઈંઝઊ ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વ કક્ષાએ પ્રસ્થાપિત થઇ છે. ઈંઈંઝઊએ છેલ્લાં 7 વર્ષમાં સ્પીડ, સ્કિલ અને સ્કેલમાં ખૂબ પ્રગતિ સાધી છે. શિક્ષણના માધ્યમથી જ માનવ અને સંસ્કૃતિનું કલ્યાણ શક્ય છે, વિશ્વની સૌથી જૂની એવી તક્ષશિલા અને નાલંદા જેવી ઉચ્ચ કક્ષાની વિશ્વ વિદ્યાલયો ભારતમાં હતી. શ્રેષ્ઠ વિદ્યાલયો અને ગુરુકુળ જેવી શિક્ષણ પ્રણાલીના પરિણામે આજે વિશ્વની મોટી મોટી કંપનીઓના ઈઊઘ-વડાઓ ભારતીય છે .

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer