હવે રાહુલ ગાંધીના જીવન પરથી ફિલ્મ

હવે રાહુલ ગાંધીના જીવન પરથી ફિલ્મ
ચૂંટણીને આડે હવે થોડા મહિનાની વાર છે ત્યાં પ્રચારની સાથે નેતાઓનાં જીવન પરની ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. તાજેતરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના જીવન પરથી બનેલી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રજૂ થઇ હતી. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી ફિલ્મ બની રહી છે. ત્યાં હવે રાહુલ ગાંધીના જીવન પરથી ફિલ્મ બની રહી હોવાના સમાચાર આવ્યા છે .આ ફિલ્મનું નામ છે માય નેમ ઇઝ રા ગા. ફિલ્મની શરૂઆત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાથી થશે અને તેનો અંત આગામી ચૂંટણી પર થશે. 
પક્ષકારમાંથી દિગ્દર્શક બનેલા રૂપેશ પોલે જણાવ્યું હતું કે, મારી ફિલ્મ રાહુલના બાળપણથી શરૂ થાય છે અને તેમાં અત્યારના જે વિવાદો ચાલે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીજીવનથી લઇને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બનવા સુધીની તેમની જીવનયાત્રા ફિલ્મમાં છે. જોકે, ફિલ્મ બનાવવા માટે કોઇ રાજકીય નેતાની પરવાનગી લેવામાં આવી નથી, કેમ કે રાહુલનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. જો તેમનું નામ બાજુ પર મૂકીએ તો જણાશે કે આ દરેક સામાન્ય માનવીની કહાની છે જે અનેક નિષ્ફળતા બાદ સફળતાનો સ્વાદ ચાખે છે. એક પત્રકાર તરીકે મેં રાહુલ ગાંધીના જીવનને નજીકથી જોયું છે. 
ફિલ્મમાં અશ્વિની કુમાર રાહુલની અને હેમંત કાપડિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવશે. જયારે અનુપમ ખેરના ભાઇ રાજુએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનું પાત્ર ભજવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer