વર્તમાનમાં કોહલી સૌથી શ્રેષ્ઠ અને મહાન બનવા ભણી : સંગકારા

વર્તમાનમાં કોહલી સૌથી શ્રેષ્ઠ અને મહાન બનવા ભણી : સંગકારા
નવી દિલ્હી તા.12: શ્રીલંકાના પૂર્વ સુકાની  કુમાર સંગકારાનું માનવું છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટમાં બાકીના તમામ બેટધરોથી ઘણો આગળ નીકળી ચૂકયો છે અને સર્વકાલિન મહાન બનાવાની રાહ પર છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે કોહલી માટે 2018નું વર્ષ શાનદાર રહયું હતું. તેણે આઇસીસીના તમામ એવોર્ડ પર કબજો જમાવ્યો હતો. કોહલીને હરીફાઇમાં જો રૂટ, કેન વિલિયમ્સન અને સ્ટીવન સ્મિથ ઘણા પાછળ રહી ગયા છે. 
સંગાકારાએ અહીં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વિરાટની રમત બધાથી અલગ છે. મારું માનવું છે કે વર્તમાન સમયના બીજા સ્ટાર બેટસમેનોથી તે ઘણો આગળ નીકળી ચૂકયો છે. તે કદાચ સર્વકાલિન મહાન બેટધર ન થઇ શકો તો સર્વકાલિન મહાન બેટધરોની સૂચિમાં સામેલ તો થશે જ. 
કોહલી 222 વન ડે મેચમાં 39 સદી કરી ચૂકયો છે. તેનાથી આગળ ફકત સચિન તેંડુલકર (49) છે. જયારે 77 ટેસ્ટમાં 25 સદી છે. જેના પર સંગકારા કહે છે કે કોહલી દરેક ફોર્મેટમાં શાનદાર છે. તે જે ફોર્મ અને રફતારથી બેટિંગ કરી રહયો છે તે ચમત્કારિક છે. તે બદલાતી પરિસ્થિતિ સારી રીતે સમજે છે. તે રમતને લઇને ઝનૂની છે. જે મેદાન પર તેની આક્રમકતા પર દેખાઇ આવે છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer