અૉસ્ટ્રેલિયા સામેની વન ડે ટીમની શુક્રવારે પસંદગી

અૉસ્ટ્રેલિયા સામેની વન ડે  ટીમની શુક્રવારે પસંદગી
રહાણે અને પંતને અજમાવાશે ?
નવી દિલ્હી તા.12: વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 વન ડેની શ્રેણી રમવાની છે. જેની પસંદગી તા. 15મીએ શુક્રવારે થશે.  મુંબઇમાં એમએસકે પ્રસાદની આગેવાનીમાં પસંદગી સમિતિની બેઠક મળશે ત્યારે તેમાં ખેલાડીઓ પરના વર્કલોડને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં કેટલાક સીનીયર ખેલાડીઓને વિશ્રામ મળી શકે છે. 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલ વર્લ્ડ કપ પૂર્વે ભારત માટે આ આખરી વન ડે શ્રેણી બની રહેશે.
પસંદગીકારો ખેલાડીઓના વર્કલોડને ધ્યાને રાખીને કેટલાક સીનીયર ખેલાડીઓને વિશ્રામ આપી શકે છે. આ સાથે એ પણ ધ્યાન રખાશે કે આથી હરીફ ટીમ ઓસ્ટ્રેલિયાને ફાયદો ન થાય.  આથી ટીમ સંતુલન બનાવી રાખવાનો પસંદગી સમિતિ સમક્ષ પડકાર રહેશે. ન્યુઝીલેન્ડ પ્રવાસમાં વિશ્રામ લેનાર બુમરાહની વાપસી નિશ્ચિત છે. પસંદગીકારો એવી ટીમ પસંદ કરવા માંગે છે જે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને હાર આપીને વિજય ક્રમ જાળવી રાખે અને વિશ્વ કપમાં આત્મવિશ્વાસ સાથે ઉતરે.
પસંદગીકારો 5 વન ડેની શ્રેણીના પહેલા ત્રણ મેચની ટીમ લગભગ પસંદ કરશે. બેઠકમાં ઓસિ. સામેના બે ટી-20 મેચની ટીમ પણ નકકી કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer